જાણો પરિક્રમાના પરંપરાગત માર્ગ પર આવતા ધાર્મિક સ્થળો અને રોકાણો પાછળ રહેલી કેટલીક દંતકથાઓ

દેવ ઉઠી એકાદશી થી શરૂ થતી પરિક્રમાના પરંપરાગત રસ્તામાં ઘણા ધાર્મિક સ્થાનો આવે છે, તેમજ પાંચ દિવસની આ પરિક્રમામાં, યાત્રાળુઓને ઘણા ધાર્મિક સ્થળોએ રોકાણો પણ કરવા પડે છે. આજે આપણે એ ધાર્મિક સ્થળો અને રોકાણો પાછળની કેટલીક પ્રચલિત દંતકથાઓ અને લોકવાયકાઓ વિશે જાણીએ.

lili parikrama junagadh
lili parikrama junagadh

ભવનાથ તળેટીમાં યાત્રાળુઓ ભવનાથ મહાદેવ અને દૂગ્ધેશ્વર મહાદેવના દર્શન કરી પરિક્રમા માટે પ્રયાણ કરે છે. આ સ્થળેથી ઇટવા પર્વત ની ઘોડી નામની ટેકરીનું ચડાણ શરુ થાય છે.

Bhavnath Temple Junagadh

ઈટવેશ્વર મહાદેવ:

ઈટવેશ્વર મહાદેવ નું સ્થાન ડાબા હાથે આવે છે ત્યાં બૌદ્ધ સમયના વિહારો, આશ્રમો અને ધર્મસ્થાનો હતા. ત્યાં ખોદકામ કરતા મુદ્રા અને બુદ્ધ વિહાર નો પાયો નીકળ્યો છે. અહીંનું વન સાગ, ખાખરા અને સીતાફળ થી ભરપુર છે. ઇટવા ની ઘોડી ઉતરતા ચારચોક પહોંચાય છે. ચાર ચોક થી ડાબો રસ્તો જીણાબાવાની મઢી તરફ જાય છે અને બીજો રસ્તો જમણે એકાદ કિલોમીટર દૂર જંગલમાં પહોંચે છે.

જીણાબાવાની મઢી :

પરિક્રમા નો પહેલો વિસામો સંત શ્રી જીણાબાવાની મઢીએ આવે છે ઝીણા બાવા નામના સિદ્ધપુરુષ આ જગ્યાએ બિરાજતા અને તેમણે ઘણા ચમત્કારો કર્યા નું લોકોમાં પ્રચલિત છે કહેવાય છે કે એક દિવસ સંતોની સભામાં ચલમ પીતા પીતા ખાલી થઈ ગઈ ત્યારે બધા સાધુ સંતોની હાજરીમાં આ ખાલી ચલણમાંથી ઝીણું સ્વરૂપ કરીને ચલમ ની આરપાર બહાર નીકળી ગયા હતા તેમની બાજુમાં જ વડલા વાળી મહાકાળી માતાજીનું સ્થાન પણ આવેલું છે ઝીણા બાવા ગિરનારની પરિક્રમા કરવા આવતા ભાવિકોને ખુબજ આદરપૂર્વક સત્કાર તા હતા આજે વર્ષો પછી પણ ઝીણા બાપુ ની મઢી પરિક્રમાના વિસામા નું સ્થળ છે.

ફરીવાર મઢીએ થી પરિક્રમા બે રસ્તામાં ફંટાઈ છે એક રસ્તો સરકડિયા પર્વતની ઘોડી ચડીને સરકડીયા હનુમાન અને સુરજકુંડ થઈ માળવેલા જાય છે જ્યારે બીજો રસ્તો સીધો જ માળવેલા પર્વત ની ઘોડી ચડી ને માળવેલાની જગ્યાએ પહોંચે છે.
સરકડીયા હનુમાનજી ના પણ ઘણા પરચાની દંતકથાઓ લોકોમાં થાય છે.

સૂરજ કુંડ:

સૂરજ કુંડમાં સ્નાન કરીને યાત્રાળુઓ માળવેલાની જગ્યામાં આવેલ શિવજીના દર્શન કરીને બીજી રાત્રિનું રોકાણ કરે છે. રામગંગા નામની નદી તળેટીમાં વહે છે. પરશુરામ અને કર્ણ રાજાની કથા આ નદીના સંબંધમાં લોકોમાં થાય છે. સુરજકુંડ કર્ણના પિતા સૂર્યદેવ ના નામથી પ્રખ્યાત છે. અહીં જ પરશુરામ નો આશ્રમ હતો અને કર્ણ અહીં પરશુરામજી પાસે વિદ્યા શીખવા આવ્યો હતો.
ક્રમશઃ
સંદર્ભ: ગિરનારની પરિક્રમા પુસ્તક
Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

image source – google