અહીં આપેલી યાદી મુજબ જાણો તમારી આસપાસનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે કે નહીં?

આપણે સૌ જાણીએ છીએ કે આજ તા.20મી મે સુધીમાં જૂનાગઢમાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 12 થઈ ચૂકી છે. સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના કેસ નોંધાયેલા છે. આ દર્દીઓ ક્યાં વિસ્તારમાંથી નોંધાયેલા છે તેના આધારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલા છે.

જૂનાગઢ રૂરલમાં 6 અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ 1 એમ કુલ 6 કન્ટેનમેન્ટ ઝોન આવેલા છે.જૂનાગઢ જિલ્લાના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ભેસાણ ખાતેથી કુલ 4, માંગરોળ ખાતેથી 2, પ્રેમપરા ગામ તળમાંથી 3, બરડીયા ખાતેથી 1, માળીયા વિસ્તારમાંથી 1 અને જૂનાગઢના વોર્ડ નં.-13 એટલે કે મધુરમ વિસ્તારમાંથી 1 એમ હાલ કુલ 12 દર્દીઓ નોંધાયેલા છે.આ કન્ટેનમેન્ટ વિસ્તારોની એક યાદી અહીં દર્શાવેલી છે.

અહીં દર્શાવેલ કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના વાયરસની માર્ગદર્શિકાઓનું કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યું છે અને કોરોના વાઇરસનું પ્રસરણ અટકાવવા માટેના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.