જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા – ઉપરકોટ ખાતે રાણક દેવી મહેલનાં પાછળના ભાગની સફાઇ

જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા ઘણા સમયથી ઉપરકોટ ખાતે આપણાં ધરોહર સમાન વિવિધ સ્થાનોની સાફ સફાઈનું આયોજન રવિવારના રોજ કરવામાં આવે છે. જે અંતર્ગત રવિવારના રોજ સવારે ૧૦ : ૦૦ થી બપોરે ૦૨ : ૦૦ સુધી ઉપરકોટ ખાતે રાણક દેવી મહેલનાં પાછળના ભાગની સફાઇ કરવામાં આવી હતી.જેમા ૨ ગાડી જેટલા નકામાં કચરાનો નીકાલ કરેલ હતો.