જુનાગઢ શહેરમાં આગામી 17 ફેબૃઆરીએ ‘ઓપન ગુજરાત ફન ડ્રીમ મેરેથોન-2019’ યોજાશે

આપણું જુનાગઢ શહેર પ્રાકૃતિક સૌંદર્ય અને આગવો ઇતિહાસ ધરાવતું શહેર છે. આ શહેર દિવસેને દિવસે વિકાસ તરફ દોટ મૂકી રહ્યું છે. ત્યારે આ વિકાસની દોટ સાથે જૂનાગઢવાસીઓ પણ દોટ મૂકે અને મિશન ગો ગ્રીન તથા હેલ્થ અવેરનેશ જેવી બાબતોને સાકાર કરે તેવા શુભ હેતુથી જુનાગઢ શહેરમાં આગામી તા.17, ફેબૃઆરીને રવિવારના રોજ ‘ઓપન ગુજરાત ફન ડ્રીમ મેરેથોન-2019’નું આયોજન થઈ રહ્યું છે. dreammarathon

dreammarathon

આ મેરેથોનનું આયોજન છેલ્લા 3 વર્ષથી આપણાં જુનાગઢ શહેરમાં થઈ રહ્યું છે, જેમાં વર્ષ 2016 અને વર્ષ 2018માં લોટસ મેરેથોન, તેમજ વર્ષ 2017માં લોટસ સાયકલિંગનું સફળ આયોજન થયું હતું. આ મેરેથોન દોડ વિશે આપને વિસ્તૃત માહિતી આપીએ તો, આ મેરેથોન દોડ કુલ ત્રણ કેટેગરીમાં યોજવામાં આવશે. જેમાં નીચે દર્શાવેલી વયજૂથની કોઈપણ વ્યક્તિઓ(પુરુષ-સ્ત્રીઓ) જે તે કેટેગરી અનુસાર એન્ટ્રી ફી ભરીને ભાગ લઈ શકશે.

1)21 કિલોમીટર (હાફ મેરેથોન):

વયજુથ: 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિઓ, એન્ટ્રી ફી: 500 રૂપિયા, દોડનો સમય: સવારે 6 થી સવારે 8.30 વાગ્યા સુધી (2 કલાક 30 મિનિટ)

2) 10 કિલોમીટર (ડ્રીમ રન):

વયજુથ: 14 થી 18 વર્ષ સુધીની વ્યક્તિઓ, એન્ટ્રી ફી: 400 રૂપિયા, દોડનો સમય: સવારે 6.30 થી 8 વાગ્યા સુધી (1 કલાક 30 મિનિટ)

3) 5 કિલોમીટર (ફન રન):

વયજુથ: 7 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિઓ, એન્ટ્રી ફી: 300 રૂપિયા, દોડનો સમય: સવારે 6.45 થી 7.45 વાગ્યા સુધી (1 કલાક)

આ ત્રણેય કેટેગરીની દોડનો રૂટ નીચે મુજબનો રહેશે…

  • 21 કિલોમીટર (હાફ મેરેથોન):

બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ- મધુરમ ગેટ(થી પાછું ફરી)- મોતીબાગ- સરદારબાગ- બસ સ્ટેશન ચોક- ગાંધીચોક- રેલવે સ્ટેશન રોડ- મજેવડી ગેટ- મેડિકલ કોલેજ- સોનાપુરી- દામોદર કુંડ- ભવનાથ મંદિર(થી પાછું ફરીને)-  ગિરનાર દરવાજા- કાળવા ચોક પુલ- બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ

  • 10 કિલોમીટર (ડ્રીમ રન):

બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ- મધુરમ ગેટ(થી પાછું ફરીને)- મોતીબાગ- સરદારબાગ- બસ સ્ટેશન ચોક(થી પાછું ફરીને)- મોતીબાગ- બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ

  • 5 કિલોમીટર (ફન રન):

બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ- અક્ષરમંદિર ગેટ(થી પાછું ફરીને)- મોતીબાગ- બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ

આ દોડના વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ બીજા અનેક ઇનામો પણ આપવામાં આવશે, જેની યાદી નીચે મુજબ છે…

21 કિલોમીટર (હાફમેરેથોન)

સ્થાન

ઈનામ

1

10,000 રૂ.

2

5,000 રૂ.

3

3,000 રૂ.

4

2,000 રૂ.

5

1000 રૂ.

6 થી 10

500 રૂ.

10 કિલોમીટર(ડ્રીમ રન)

સ્થાન

ઈનામ

1

7,500 રૂ.

2

3,500 રૂ.

3

2,000 રૂ.

4

1,000 રૂ.

5

750 રૂ.

6 થી 10

500 રૂ.

 

5 કિલોમીટર(ફન રન)

સ્થાન

ઈનામ

1

Marathon Shoes

2

Shoes

3

Uper

4

Runing Kit

5

Track Pant

 

  આ દોડ દરમિયાન દોડવીરોને નીચે મુજબની સુવિધાઓ આપવામાં આવશે…

  • પાણી
  • ગ્લુકોઝ
  • એનર્જી ડ્રિંક
  • બ્રેક ફાસ્ટ
  • પાર્ટિસિપેટ ટી-શર્ટ
  • પાર્ટિસિપેટ મેડલ
  • પાર્ટિસિપેટ સર્ટિફિકેટ

ઉપરાંત મેરેથોન દરમિયાન આપાતકાલીન સંજોગોમાં 108 એમ્બ્યુલન્સ, વેલકેર ફિઝિયોથેરાપી તથા સિવિલ હોસ્પિટલ સારવાર માટે તત્પર રહેશે.

આ ‘ઓપન ગુજરાત ફન ડ્રીમ મેરેથોન-2019’માં ભાગ લેવા માટે તથા વધુ વિગતો જાણવા માટે નીચે આપેલી વેબસાઇટ લિંક પર ક્લિક કરો તથા વધુને વધુ શેર કરો…

http://www.aapdujunagadh.com/dreammarathon

#TeamAapduJunagadh