છેલ્લી 14 કલાકમાં નોંધાયેલા 19 કેસ સાથે જાણો ગુજરાતમાં કેટલા પોઝીટીવ કેસ થયા…

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ અસિમિત રીતે વિસ્તરણ પામી રહ્યો છે, જે સંદર્ભે ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં નવા 39 કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા. જેથી ગુજરાતમાં કોરોના અસરગ્રસ્તનો આંકડો 150ને પાર થઈ ચૂક્યો છે. આ સાથે જ અહીં આપણે ભારત અને ગુજરાતમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશેની માહિતી પર એક નજર નાખીએ.

સર્વ પ્રથમ તો આજરોજ તા.7મી એપ્રિલના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
તારીખ: 7મી એપ્રિલ 2020
સમય: સવારે 10:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 4,421
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 327
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 117

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં આજે 5 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.

  • તારીખ: 7મી એપ્રિલ 2020
  • સમય: સવારે 10:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 165
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 21
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 12

ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ તો, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ જોવા નથી મળ્યો અને જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી નથી. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.