દેશમાં કોરોનાના આકડાઓ હવે દરરોજ કોઈને કોઈ રેકોર્ડ સ્થાપિત કરતાં જાય છે. જેમાં મુખ્યત્વે પોઝિટિવ કેસના આકડાઓ સતત વધતાં જાય છે. જેના થકી તબીબી તંત્રમાં પણ ચિંતા અને દોડધામ વ્યાપી ગઈ છે, જો કે આજે પોજીટીવ કેસની સામે તેટલા જ લોકો રિકવર થઈને પોતાના ઘરે ગયા છે, ત્યારે ચાલો અહી ભારતના કોરોનાના આકડાઓ વિષે ચર્ચા કરીએ…
ભારતમાં જે રીતે આકડાઓ વધી રહ્યા છે, તે જ રીતે ગુજરાતમાં પણ કોરોનાના આકડાઓમાં ખૂબ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગઇકાલ તા.2જી જુલાઇના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાની શું સ્થિતિ છે તે જાણીએ…
ગુજરાતની કોરોના સંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)
- તારીખ: 2જી જુલાઇ, 2020 (ગુરુવાર)
- સમય: સાંજે 5 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 33,999 (નવા 681 કેસનો ઉમેરો થયો.)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 24,601 (વધુ 563 લોકો રિકવર થયા.)
- મૃત્યુઆંક: 1,888 (વધુ 19 લોકોનું દુઃખદ અવસાન થયું.)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 7,510
ગુજરાતના કોરોનાના આકડા જાણ્યા બાદ હવે ભારતના કોરોનાના આકડા પર એક નજર કરીએ. જેમાં જાણવા મળે છે કે, છેલ્લા થોડાક દિવસોથી દેશમાં કોરોનાના નવા આકડા 18 હજારથી વધુ જ નોંધાઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ છે કે, હવે unlock2.0 દરમિયાન લોકો કેવી સાવચેતી રાખે છે અને કોરોનાને કઈ રીતે પોતાનાથી દૂર રાખે છે તે મહત્વનુ છે. આ સાથે જ દેશના કોરોનાના આકડાઓ વિષે જાણીએ…
ભારતની કોરોના સંબંધિત માહિતી:
- તારીખ: 3જી જુલાઇ, 2020 (શુક્રવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 6,25,544 (નવા 20,903 કેસનો ઉમેરો થયો.)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 3,79,892 (વધુ 20,032 લોકો રિકવર થયા.)
- મૃત્યુઆંક: 18,213 (વધુ 379 લોકોનું દુઃખદ અવસાન થયું.)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2,27,439
આમ દેશમાં હાલ 6 લાખ 25 હજારથી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને તેમાથી 3 લાખ 79 હજારથી વધુ લોકો હાલ રિકવર થઈ ચૂક્યા છે.