Candle March in Junagadh | Justice for Asifa

કઠુઅામાં માનવતાને શર્મસાર કરનાર ઘટના ઘટી, અહીં માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી આ દુખદ બનાવને લીધે સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહયો છે ત્યારે આ દીકરીને ન્યાય મળે અને ગુનેગારોને સજા થાય તે હેતુથી તા. 15/04/2018 રવિવારનાં રોજ જૂનાગઢમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જૂનાગઢનાં ઝાંસીની રાણીની પ્રતિમા પાસેથી શહીદ સ્મારક સુધી યોજાયેલ આ કેન્ડલ માર્ચમાં જૂનાગઢની જુદી-જુદી સંસ્થાઓ, આગેવાનો, નેતાઓ વગેરે પણ જોડાયા હતા.


Pictures by Piyush Chavda