જૂનાગઢમાં શરૂ થવા જઇ રહ્યું છે AJ Open Mic, જ્યાં ન્યુ ટેલેન્ટને મળશે સ્ટેજ અને જૂનાગઢવાસીઓને મનોરંજન…   

ઓપન માઇક…આ શબ્દ કદાચ જુનાગઢવાસીઓ માટે નવો હશે! એનું કારણ કે જૂનાગઢમાં આ કોન્સેપ્ટ હજુ સુધી ક્યાંય એટલો જોવા મળ્યો નથી. ટીમ આપણું જૂનાગઢ અને સુરજ સીનેપ્લેક્સ બંને સાથે મળીને AJ Open Mic નું આયોજન કરી રહ્યાં છે.

ઓપન માઇક એ એવો કોન્સેપ્ટ છે, જેને આપણે લાઈવ શો પણ કહી શકીએ. જે મેગા સિટીઝમાં સામાન્ય રીતે કોફી શોપ, ક્લબ, ઇન્સ્ટીટ્યુટ કે પછી પબમાં યોજાતો હોય છે. જેમાં નવા આવેલા કલાકારો કે ઊભરતા હુન્નરને સ્ટેજ પર આમંત્રણ આપી તેમની કલા પ્રસ્તુત કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. ઓપન માઈકમાં મંચિય કલા એટલે કે પરફોર્મિંગ આર્ટ્સને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે. આ પરફોર્મિંગ આર્ટ્સમાં સિંગિંગ(ગાયન), મ્યુઝિક(સંગીત), ડાન્સ(નૃત્ય), ડ્રામા(અભિનય), સ્ટોરી ટેલિંગ(વાર્તા કથન), પોએટ્રી(કવિતા પઠન), કોમેડી(હાસ્ય) વગેરે આવરી લેવામાં આવે છે.આપણાં જૂનાગઢનાં ટેલેન્ટને એક સ્ટેજ મળી રહે અને જૂનાગઢ ઊભરતા કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે ટિમ આપણું જૂનાગઢ અને સુરજ સિનેપ્લેક્સના સહિયારા પ્રયત્નથી જૂનાગઢમાં મનોરંજનમાં મોખરે ગણાતા સુરજ સિનેપ્લેક્સ ખાતે ‘AJ Open Mic’નું આયોજન આગામી તા.19 અને 20 ઓક્ટોબર તેમજ દિવાળીના તહેવારો તથા આવનારા દિવસોમાં થવાનું છે. જેમાં જૂનાગઢના ટેલેન્ટને સ્ટેજ તો મળશે જ સાથોસાથ, આ કાર્યક્રમ નિહાળવા આવેલા લોકોને મનોરંજનની સાથે ફ્રી મૂવીઝ જોવાનો લાભ પણ મળશે. એટલે એવું કહી શકાય કે, આ ઇવેન્ટમાં હુન્નરબાજો તો આવશે જ, પણ તેઓની સાથે આપ જેવા શ્રોતાઓને પણ આ કાર્યક્રમ માણવા આમંત્રિત કરવામાં આવે છે…જો તમારામાં ઉપર જણાવેલી કોઈપણ મંચકલાનું હુન્નર રહેલું છે અને તમે તેને લોકો સુધી પહોંચાડવા ઈચ્છો છો, તો આજેજ નીચે આપેલી લિન્ક પર જઈને રજીસ્ટ્રેશન કરો અને લાઈવ પર્ફોર્મન્સ કરવા થઈ જાવ તૈયાર…

https://docs.google.com/forms/d/1fXVQKPVD_NY6Ff7g8uvqLMZLST835t2TRxGVVZVEjDE/edit