જાણો AJ Meet Up માં થયેલી ચર્ચાઓ અને તેને યોજવા પાછળના કારણો વિશે…

જૂનાગઢપ્રેમીઓને જૂનાગઢથી જોડીને રાખતું માધ્યમ એટલે Aapdu Junagadh. ઘણાં બધાં લોકો એવું કહેતા હોય છે કે, અમારે તમારી સાથે જોડાવું છે, પણ કેવી રીતે જોડાવું? તેના માટે શું જરૂરી છે? આવા અનેક પ્રશ્નો સાથેના મેસેજીસ અમને રોજબરોજ મળતા. જેના જવાબ આપવા અને જૂનાગઢમાં રહેલા હુન્નરને રૂબરૂ મળવા માટે તાજેતરમાં અમારા દ્વારા AJ Meet Up નું આયોજન થયું હતું.

AJ Meet Up દરમિયાન જૂનાગઢના અનેક ટેલેન્ટેડ યુવાનોએ હાજરી આપી હતી. ગત તા.21મી જુલાઇના રોજ સુરજ સિનેપ્લેક્સ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેકવિધ માહિતીઓ આપવામાં આવી હતી. Team AJ દ્વારા આપવામાં આવેલી માહિતીથી ત્યાં આવેલા સૌ માહિતગાર થયા હતા અને ટીમ મેમ્બરો દ્વારા થતાં કાર્યની સરાહના કરી ટીમ સાથે જોડાવવાની તૈયારીઓ દર્શાવી હતી.

આ કાર્યક્રમનો મહત્વનો ઉદ્દેશ્ય એ હતો કે, જૂનાગઢમાં રહેલા ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ મળે અને લોકો તેનાથી વાકેફ થાય. Aapdu Junagadh ના માધ્યમથી જે લોકો પોતાના શોખ કે પેશનને પોતાના પ્રોફેશનમાં બદલવા ઈચ્છે છે, તેવા લોકોને તે અંગેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં હતી. AJ Meet Up નો મહત્વનો ઉદ્દેશ કહીએ તો, સોશિયલ મીડિયાના વિશાળ ફલક પર પોતાનામાં રહેલા ટેલેન્ટની મદદથી કરિયર કઈ રીતે બનાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવાનું અને જુદાં-જુદાં ક્ષેત્રના ટેલેન્ટેડ લોકોને એક જગ્યાએ એકઠા કરીને તેની સાથે મુલાકાત કરવાનો તેમજ તેને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેની માહિતી આપવાનો હતો.

આ ઉપરાંત દિવસેને દિવસે વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગને સારા માર્ગે વાળીને તેનાથી પ્રોફેશન કેવી રીતે બનાવી શકાય તે અંગેની કેટલીક મહત્વની વાતો AJ Meet Upમાં શેર થઈ હતી. AJ Meet Up માં આવેલા યુવાવર્ગનો પરિચય અને તેમના અવનવા શોખ અંગેની વાતચીતો શેર કરવામાં આવી હતી.

આગામી સમયમાં આ AJ Meet Up નું ફરીથી આયોજન થશે, જેમાં જૂનાગઢનાં વધુને વધુ લોકો જોડાઈ અને જૂનાગઢને એક એવી કૉમ્યુનિટી તૈયાર થાય કે, જે જૂનાગઢને એક નવીજ સર્જનાત્મક દિશા તરફ આગળ લઈ જવા મદદરૂપ થાય. તો જોડાયેલા રહો Aapdu Junagadh સાથે…