5.75 crore gold robbery 6 person arrested

07/04/2018 શનીવારના રોજ વડાલ ગામ પાસે આશરે રૂ.5.6 કરોડ કિંમતના 18 કી.ગ્રા. સોનાની ચોરીની ઘટના બની. આ સોનુ અમદાવાદ સ્થિત જ્વેલર નટવરભાઈ ચોકસીની ફર્મ થી જૂનાગઢમાં આવેલ કંપનીની વર્કશોપમાં કાર દ્વારા લઇ જવાઈ રહ્યું હતું.

ઘટનાની જાણ થતાંજ જુનાગઢનાં SP શ્રી નિલેશભાઈ જાજડિયા અને જૂનાગઢની પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.શ્રી નિલેશભાઈ જાજડિયાએ પોતે રાત્રે 2 વાગ્યા સુધી તેમની ટીમ સાથે સઘન તપાસ હાથ ધરી ઘટનાના માત્ર 24 કલાકમાં આરોપીઓને પકડી પાડ્યા હતા તે બદલ જૂનાગઢ પોલિસને સલામ. આ સફળતા બદલ શ્રી નિલેશભાઈ જાજડિયા તથા ટીમના સભ્યોને અભિનંદન.