જૂનાગઢ સિટી માં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો. તા.26મી મે,12 PM સુધીમાં આ છે કોરોનાના આંકડા…

જૂનાગઢ જિલ્લામાં એકાંતરે કોરોના વાઇરસના કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે હવે જૂનાગઢમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આકડો 25ને પાર થઈ ચૂક્યો છે. આજ તા.26મી મેના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ એક કેસ નોંધાતા હાલ જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા નીચે મુજબ છે.

અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 25 કેસ નોંધાયેલ હતા, ત્યારે આજ તા.26મી મેના રોજ બપોરે વાગ્યા સુધીમાં જૂનાગઢ કોર્પોરેશન હેઠળ આવતા વિસ્તાર શિવમ પાર્ક, આદિત્ય નગરમાં રહેતા 65 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે જૂનાગઢ શહેરમાં કુલ 3 અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 26 પોઝીટીવ કેસ નોંધાયા છે.

આ સાથે જ આજ તા.26મી મે, બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.

  • તારીખ: 26મી મે, 2020 (મંગળવાર)
  • સમય: બપોરે 12 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 26
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 8
  • મૃત્યુઆંક: 0
  • કુલ એક્ટિવ કેસ: 18