દેશમાં છેલ્લા 24 કલાકમાં અધધ 16 હજારથી વધુ પોજીટીવ કેસ નોંધાયા…

ભારતમાં કોરોનાની ગતિ દિન પ્રતિદિન વધતી જય રહી છે. જેના પરિણામે ટૂક સમયમાં જ દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5 લાખ થઈ જશે. જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ચાલો જાણીએ કે, ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના આકડામાં શું ફેરફાર થયો છે…

ભારતના કોરોનાના આકડા વિષે જાણીએ, તે પહેલા એકવાર ગુજરાતનાં કોરોના સંબંધિત આકડાઓ પર એક નજર નાખીએ. કારણ કે રાજયમાં પણ કાલની તારીખમાં કોરોનાના કેસમાં ખાસ્સો ઉમેરો થયો છે, તો ચાલો ગુજરાતનાં કોરોનાના આકડા પર એક નજર કરીએ…

ગુજરાતની કોરોના સંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)

 • તારીખ: 24મી જૂન, 2020 (બુધવાર)
 • સમય: સાંજે 5 વાગ્યા સુધી
 • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 29,001 (નવા 572 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 21,096 (વધુ 575 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 1,736 (વધુ 25 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 6,169

ગુજરાત બાદ હવે ભારતના આકડા જોતાં જણાય છે કે, દેશમાં નવા કેસની સામે રિકવર થતાં દર્દીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમા નોંધાઈ રહી છે. જો કે આ રોગની હજી કોઈ દવા શોધાઈ ન હોવાથી, વાઇરસનું સંક્રમણ અટકાવવું એ જ સૌથી મોટો ઉપાય છે. છતાં પણ વધતાં જતાં કેસના કારણે દેશની હાલની કોરોનાની સ્થિતિ કઈક આ મુજબ છે.

ભારતની કોરોના સંબંધિત માહિતી:

 • તારીખ: 25મી જૂન, 2020 (ગુરુવાર)
 • સમય: સવારે 11 વાગ્યા સુધી
 • કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 4,73,105 (નવા 16,922 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,71,697 (વધુ 13,012 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 14,894 (વધુ 418 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,86,514

આમ દેશમાં હાલ કુલ પોજીટીવ કેસની સંખ્યા 4 લાખ 73 હજારને પાર થઈ ચૂકી છે, તો સામે રિકવર થયેલા દર્દીની સંખ્યા પણ 2 લાખ 71 હજારને વટી ચૂકી છે.