જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં કોરોનાના કેસમાં ફરી ગતિ જોવા મળી છે. શહેરમાં ફરી 2 કોરોનાના કેસ નોંધાયા છે અને તે સાથે જીલ્લામાં પીએન 2 કેસ નોંધાયા છે. જેના કારણે જૂનાગઢ જીલ્લામાં કોરોનાના કુલ પોજીટીવ કેસની સંખ્યા 50 નજીક પહોચવા આવી છે. આ નવા નોંધાયેલા કેસની વિગત નીચે મુજબ છે.
જૂનાગઢમાં નવા નોંધાયેલા 4 કેસ પૈકી 2 કેસ જૂનાગઢ શહેરના જ છે અને અન્ય 2 કેસ બાજુના તાલુકામાંથી નોંધાયેલ છે. શહેરમાં નોંધાયેલા કેસમાં ઝાંઝરડા રોડ ખાતે આવેલી જીવનધારા સોસાયટીમાં રહેતા એક 48 વર્ષીય પુરુષ તેમજ નાગરવાડા ખાતેના ગિરિરાજ એપાર્ટમેંટમાં રહેતા એક 68 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
આ સાથે જ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાથી એક 55 વર્ષીય અને એક 25 વર્ષીય એમ વધુ 2 પુરુષોનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો છે. આ બંને પુરુષો મેંદરડા ખાતેથી જે કુટુંબને કોરોના પોજીટીવ નોંધાયેલા હતા તેમના જ સભ્યો છે. વધુ બે કેસ નોંધાતા પરિવાર સહિત સમગ્ર મેંદરડામાં ભય વ્યાપી ગયો છે.
નવા નોંધાયેલા કેસ સાથે હાલ જૂનાગઢ જીલ્લામાં કોરોનાની સ્થિતિ કઈક આ મુજબ છે.
- તારીખ: 19મી જૂન, 2020 (શુક્રવાર)
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 48
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 13
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 34
- મૃત્યુઆંક: 1