તા.16મી જૂન સાંજે 5:00 વાગ્યા સુધીમાં જૂનાગઢના વધુ 7 લોકોની તબિયત સુધરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

જૂનાગઢમાં 40 દિવસમાં કોરોનનાં પોજીટીવ કેસનો આક પણ 40 જેટલો થઈ ચૂક્યો છે. જો કે જૂનાગઢ જીલ્લામાં નવા નોંધાતા કેસની સામે રિકવર થતાં દર્દીની સંખ્યા પણ સારા પ્રમાણમા નોંધાતી હોય છે, તેથી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ કઈક અંશે કાબુમાં હોય તેવું જણાઈ છે, ત્યારે ચાલો જાણીએ કે જૂનાગઢમાં કેટલા લોકો રિકવર થયા અને કેટલા લોકો હાલ સારવાર લઈ રહ્યા છે…

મૂળ જૂનાગઢના 38 અને અન્ય જીલ્લામાથી જૂનાગઢમાં સારવાર મેળવતા 10, એમ કુલ 48 પોજીટીવ દર્દીઓ હાલ જૂનાગઢમાં નોંધાયેલા છે અને તેમાથી એક દર્દીનુ કોરોનાના કારણે દુઃખદ અવસાન થઈ ચૂક્યું છે. આ સાથે જ આજ તા.16મી જૂનના રોજ સાંજે 4:30 વાગ્યા સુધીમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ 7 દર્દીઓમાં અમદાવાદથી ચોરવાડ આવેલા 5 દર્દીઓ, રાજકોટના એક મહિલા દર્દી અને જૂનાગઢનાં એક મહિલા દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને તેમની તબિયતમાં સુધાર આવતા તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે થોડો સમય સેલ્ફ આઇશોલેશનમાં રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.

આ દર્દીઓને કરાયા બાદ હાલ જૂનાગઢમાં કોરોનની સ્થિતિ કઈક આ મુજબ છે…

  • તારીખ: 16મી જૂન, 2020 (મંગળવાર)
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 48
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 10
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 38
  • મૃત્યુઆંક: 1