રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં કોરોના વાઇરસના આકડાઓમાં 500થી વધુ કેસન ઉમેરો થયો છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે ચાલો જાણીએ આજના દિવસના ગુજરાત સહિત ભારતના આંકડાઓ…
ભારતના કોરોનાના આંકડા:-
- તારીખ: 16મી જૂન, 2020(મંગળવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 3,43,091 (વધુ 19,667 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,80,013 (વધુ 10,215 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 9,900 (વધુ 380 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,53,178 (72 કેસનો વધારો થયો)
ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 524 કેસનો વધારો નોંધાયો છે, જેનાથી કુલ પોઝીટીવ આંક 24 હજારને પાર થઈ ચુક્યો છે, આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 16મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 24,628 (નવા 524 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 17,090 (વધુ 418 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,534 (વધુ 28 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,004
ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા પર એક નજર નાખીએ, તો જાણી શકાય કે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ખૂબ સીમિત રહેવા પામી છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-
- તારીખ: 16મી જૂન, 2020 (મંગળવાર)
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 48
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 10
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 38
- મૃત્યુઆંક: 1