છેલ્લા 10 કલાકમાં એક પણ મૃત્યુ વગર 9 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત…આજ 8:30 PM સુધીની સ્થિતિ

આજનો દિવસ ગુજરાત માટે થોડો રાહતવાળો નીવડ્યો હતો. કારણ કે છેલ્લા 10 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી અને સામે 9 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા. જો કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના અતિવેગથી ફેલાઈ રહ્યો છે. રાજ્યભરમાં 6 જિલ્લાઓના હોટસ્પોટ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે. જેના કારણે આ લડાઈમાં સફળતા મળવાની તકો વધી ચુકી છે. આ સાથે જ અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. જેના પર એક નજર કરીએ.

Coronavirus Live Updates: Cases Reach 81; India-South Africa ODIs ...

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

 • તારીખ: 16મી એપ્રિલ 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 12,759 (જેમાં 10,824 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,514
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 420

Two international students from boarding school in Mussoorie ...

ગુજરાતની વાત કરીએ તો જણાય કે એક જ દિવસમાં ફરી નવ 68 કેસ સામે આવ્યા છે. જેથી કહી શકાય કે, બીજા રાજ્યોની માફક ગુજરાત પણ હવે કોરોના પોઝિટિવ આંકડાઓની હોડમાં આગ્રેસર રહેવા માંડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે એક સારી વાત એ પણ છે કે, આજે એક પણ મૃત્યુ થયું નથી અને કોરોનાને હરાવીને ઘરે ગયેલા લોકોની સંખ્યા મોટી રહી હતી. ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

How Prepared Is India for Coronavirus? | Time

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

 • તારીખ: 16મી એપ્રિલ 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 929 (જેમાં 812 કેસ એક્ટિવ છે.)
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 73
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 36
 • વેન્ટિલેટર પર રાખેલા દર્દીઓની સંખ્યા: 8

હવે વાત કરીએ આપડા જૂનાગઢ જિલ્લાની. જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જૂનાગઢમાં મેડિકલ સ્ટાફની એક ટિમ બનાવીને ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ કેસોને લેબોરેટરીમાં મોકલવામાં પણ આવ્યા, પરંતુ સદનસીબે હજી સુધી કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Kerala Doctor Says Sacked For Reporting Suspected Coronavirus ...