જૂનાગઢમાં 2 દિવસના વિરામ બાદ તા.8મી જૂન, 11AM સુધીમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા!

જૂનાગઢમાં કોરોનાના કેસની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ વધતી જઈ રહી છે. જેના કારણે હાલ જૂનાગઢમાં કોરોનાના પોજીટીવ કેસ 35 જેટલા થઈ ગયા છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના આકડાઓની સંપૂર્ણ વિગત અહિ જાણીએ…

Entire Gujarat under lockdown till March 31 to curb coronavirus

જૂનાગઢમાં છેલ્લા 2 દિવસોમાં કોરોના વાઇરસનો એકપણ પોજીટીવ કેસ નોંધાયો ન હતો, પરંતુ બે દિવસના વિરામ બાદ આજરોજ ફરી નવા 4 કેસ સામે આવ્યા છે. આ કેસોમાં એક કેસ સાખડાવદર ગામના એક 70 વર્ષીય પુરુષનો છે, જેમને 2 દિવસ પહેલા કોરોનાના લક્ષણો જણાતા જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના કોરોનાના રિપોર્ટ પોજીટીવ આવ્યા હતા.

Coronavirus Outbreak Updates: 2,091 people test positive for COVID ...

ગયા બુધવારે તા.3જી જૂનના રોજ એક પરિવાર આમદવાદથી ચોરવાડ આવેલ અને તેમને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના રિપોર્ટ કરવામાં આવ્યા અને આ એક જ પરિવારના 3 સભ્યો કોરોના પોજીટીવ નોંધાયા છે. જેમાં એક 56 વર્ષીય પુરુષ, એક 49 વર્ષીય મહિલા અને એક 21 વર્ષીય પુરુષ દર્દી સામેલ છે.

Major Indian cities make mask-wearing compulsory amid virus fears ...આમ ચાર નવા પોજીટીવ કેસ નોંધાતા જૂનાગઢમાં તા.8મી જૂનના રોજ સવારે 11 વાગ્યા સુધીના કોરોનાના આકડા નીચે મુજબ છે…

  • તારીખ: 8મી જૂન, 2020 (સોમવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસ: 35
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 26
  • મૃત્યુઆંક:1
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 8