સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર ખૂબ મોટા પ્રમાણમા વ્યાપી ગયો છે. હાલની સ્થીતિએ સમગ્ર વિશ્વમાં 67 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને આશરે 3 લાખ 94 હજાર જેટલા લોકો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યા છે. ભારતમાં પણ હવે કોરોના વાઇરસના પોજીટીવ કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે ચલો હાલની સ્થિતિએ ભારતમાં કોરોના આકડા પર એક એનજેઆર કરીએ…
ભારતમાં પણ કોરોના વાઈરસની સંખ્યા મોટા પ્રમાણમા વધી રહી છે, જેના કારણે હાલ દેશમાં કોરોનાના પોજીટીવ દર્દીઓની સંખ્યા 2 લાખને વટી ચૂકી છે. જો કે ભારતની વસ્તીના પ્રમાણમા આ આકડાઓ ઘણેખરે અંશે કાબુમાં હોય તેવું જણાઈ છે. સાથે જ ભારતમાં કોરોના વાઇરસમાથી સાજા થતાં લોકોની સંખ્યા પણ ખૂબ સારા પ્રમાણમાં નોંધાયેલી છે… તો ચાલો આજરોજ સુધીમાં દેશમાં કોરોના વાઇરસની શું સ્થિતિ છે, તે જાણીએ…
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 6ઠ્ઠી જૂન, 2020(શનિવાર)
- સમય: સવારે 11:00 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 2,36,657 (વધુ 9,887 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,14,073 (વધુ 4,611 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 6,642 (વધુ 294 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,15,942 (4,982 કેસનો વધારો થયો)
આમ, હાલ ભારતમાં 2 લાખ 36 હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી સંકર્મિત થઈ ચૂક્યા છે અને 6 હજારથી વધુ લોકો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યા છે.