આજે આવ્યા નવા 13 કેસ, તેમાંથી જૂનાગઢ cityના કેટલા કેસ? જાણો વિગતવાર માહિતી.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, જે ચિંતાજનક બાબત બનતી જાય છે. જો કે હાલ તંત્રની સતર્કતા થકી શહેરમાં વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે, જેના કારણે કોરોનાને ફેલાતો રોકી શકાય. તેમ છતાં પણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જતું હોય તેવું લાગે છે, ત્યારે આજરોજ નવા નોંધાયેલા કેસની વિગતો જાણીએ.

જૂનાગઢ જિલ્લામાં આજરોજ નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 170 થઈ ચૂકી છે. આ 13 કેસમાંથી જૂનાગઢ સિટીના કેસ વિશે વાત કરીએ, તો જણાય છે કે શહેરમાં આજે નવા 6 કેસ નોંધાયા છે. જેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.

નવા નોંધાયેલા કેસની સાથે જૂનાગઢ cityમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 100ને પાર થઈ ચૂકી છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં આજના દિવસે વધુ 7 લોકો રિકવર થઈ ચૂક્યા છે. આ રિકવર થયેલા દર્દીઓની માહિતી નીચે imageમાં દર્શાવવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 6ઠ્ઠી જુલાઈ, 2020
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 170
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 86
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 80
●મૃત્યુઆંક: 4

આ સાથે જ અહીં જણાવવાનું કે અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લઈ રહેલા લોકોની ગણતરી પણ જૂનાગઢ જિલ્લાના કોરોનાના કેસમાં કરવામાં આવે છે. તેથી સરકારી આંકડા મુજબ જૂનાગઢ જિલ્લાના કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 196 છે.