આજે થયા 5 લોકો ડિસ્ચાર્જ અને આવ્યા આટલા નવા કેસ! જાણો પૂરી માહિતી…

જૂનાગઢ શહેરમાં ગઇકાલે નોંધાયેલા રેકોર્ડ બ્રેક કેસ બાદ આજે નવા પોઝિટિવ કેસમાં થોડેઘણે અંશે રાહત વર્તાઇ હતી. કારણ કે ગઇકાલે આવેલા 25 કેસ બાદ આજે શહેરમાં માત્ર 7 કોરોના પોઝિટિવ દર્દીનો ઉમેરો થયો છે. આ દર્દીની તમામ વિગત વિષે અહી માહિતી મેળવીએ.

આજરોજ જૂનાગઢ શહેરમાં નવા 6 પોઝિટિવ કેસ ઉમેરાયા છે અને સાથે જ જૂનાગઢ જિલ્લાના બામણગામ ખાતે પણ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢ શહેરમ નવા નોંધાયેલા કેસ ક્યાં ક્યાં વિસ્તારમાથી નોંધાયા છે તેની વિગતવાર માહિતી નીચેની image પરથી જાણીએ.

આ સાથે જ આજે વધુ 5 લોકો કોરોનાને મ્હાત આપીને રિકવર થયા છે. જે ખરેખર રાહતના સમાચાર છે. ગઇકાલે જે મોટી સંખ્યામાં નવા કેસ ઉમેરાયા હતા, તે મુજબ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. તેના પ્રમાણમાં આજે કોરોનાથી રિકવર થયેલા લોકોની ઘણી વધુ છે. આજરોજ રિકવર થયેલા લોકોની સંપૂર્ણ માહિતી નીચે દર્શાવેલી image મુજબ છે.

જૂનાગઢ જીલ્લામાં કોરોનાની સ્થિતિ:-

તારીખ: 4થી જુલાઈ, 2020
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 141
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 72
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 65
●મૃત્યુઆંક: 4

આ સાથે જ અહી જણાવવાનું કે, અન્ય જિલ્લા અને રાજ્યોમાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 23 છે. તેથી સરકારી આકડાઓ મુજબ જૂનાગઢ જિલ્લાની કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 164 દર્શાવવામાં આવે છે.