મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯ નું. બજેટ રજુ કરવામાં આવ્યું

Junagadh Municipal Corporation દ્વારા આજરોજ માન. મેયરશ્રી આદ્યાશક્તિ મજમુદાર, ડે. મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા, શાસક પક્ષના નેતા પુનિતભાઈ શર્મા, નાયબ કમિશનર શ્રી એમ.કે. નંદાણીયા, એકાઉન્ટન્ટશ્રી ભાવેશભાઈ વૈષ્ણવ તથા તમામ પત્રકારો ની ઉપસ્થિતી માં યોજાયેલ બેઠકમાં મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯ નું. બજેટ માન. કમિશનર શ્રી વી. જે. રાજપુત દ્વારા સ્થાયી સમિતી ચેરમેન શ્રી નિલેશભાઈ ધુલેશિયા ને સોંપવામાં આવેલ છે. સને ૨૦૧૮-૧૯ નું સામાન્ય બજેટનું કુલ કદ ૨૯૪.૬૬ કરોડ છે. રે. આવકનો અંદાજ ૯૪.૭૧ અને કેપીટલ આવકનો અંદાજ ૧૯૯.૮૧ છે.રે.ખર્ચ ૯૪.૫૩ કરોડ અને કેપીટલ ખર્ચ ૧૯૯.૮૦ સામેલ છે.વર્ષ તે રૂ. ૨૮.૬૪ લાખ પુરાંત રહેશે.